AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ નિયમિત પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો, જુઓ Video

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ નિયમિત પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 5:06 PM
Share

મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા બે માસથી પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં જઈને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપ મહિલાઓએ કર્યા છે. રોષે ભરાયેલી મહિલાઓએ સરપંચ અને ઉપસરપંચના રાજીનામાની પણ માગણી કરી છે.

Banaskantha : પાલનપુર તાલુકાના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો છે. નિયમિત પાણી મળતું ન હોવાથી ગામની તમામ મહિલાઓએ ગ્રામ પંચાયતમાં ધામા નાખ્યા છે. વારંવારની રજૂઆતો અને ફરિયાદો છતાં પાણી નહીં મળતા આખરે મહિલાઓએ ગ્રામ પંચાયતમાં તાળાબંધી પણ કરી છે.

આ પણ વાંચો Banaskantha: અંબાજીના ત્રીશૂળીયા ઘાટ પાસે એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, ટ્રાફિક પોલીસે CPR આપી બચાવ્યો જીવ

મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા બે માસથી પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં જઈને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપ મહિલાઓએ કર્યા છે. રોષે ભરાયેલી મહિલાઓએ સરપંચ અને ઉપસરપંચના રાજીનામાની પણ માગણી કરી છે. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે સરપંચ અને ઉપસસપંચ મળીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.

(Input With : Atul Trivedi) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">