કચ્છમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો, હેલ્થ વર્કરની આડમાં કરતો હતો ‘જાસૂસી’ – જુઓ Video

કચ્છમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો, હેલ્થ વર્કરની આડમાં કરતો હતો ‘જાસૂસી’ – જુઓ Video

| Edited By: | Updated on: May 24, 2025 | 6:54 PM

કચ્છના સરહદી વિસ્તારથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસ સહદેવસિંહ ગોહિલના મામલામાં મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે. એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી બાદ કોર્ટ દ્વારા 11 દિવસનો રિમાન્ડ મંજૂર કરાયો છે.

કચ્છના સરહદી વિસ્તારથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસ સહદેવસિંહ ગોહિલના મામલામાં મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે. એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી બાદ કોર્ટ દ્વારા 11 દિવસનો રિમાન્ડ મંજૂર કરાયો છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને દયાપર કોર્ટમાં રજૂ કરાશે.

પોતાના દેશની સુરક્ષા સાથે ગદ્દારી કરતા આ આરોપીએ માત્ર ₹40,000ની લાલચમાં દેશની ગોપનીય માહિતી દુશ્મન દેશ પાકિસ્તાન સુધી પહોંચાડી હતી. આરોપી સહદેવસિંહ પાકિસ્તાની એજન્ટ યુવતી અદિતી ભારદ્વાજના સંપર્કમાં હતો. પૂછપરછ અને મોબાઇલ ડેટાની તપાસમાં સામે આવ્યું છે કે, તે ગુજરાતના અમુક સ્થળોની અને નેવી તથા BSFની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. એમાંય ખાસ કરીને નેવી અને BSFના વિવિધ બાંધકામની તસવીરો મોકલવામાં આવતી હતી.

FSL તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પાકિસ્તાની યુવતીને વોટ્સએપથી આ બધી માહિતી શેર કરતો હતો. આરોપી જૂન 2023થી અદિતી ભારદ્વાજના સંપર્કમાં હતો. મળતી માહિતી પ્રમાણે એક ઇસમ દ્વારા તેને ₹40,000 ચૂકવવામાં આવ્યા હતા.

કોન્ટ્રાક્ટ પર કામ કરતો

આરોપી સહદેવસિંહ દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો પરંતુ હેલ્થ વર્કરની આડમાં તે પાકિસ્તાની જાસૂસ બની ગયો. આરોપીએ પોતાના આધાર કાર્ડથી નવું સીમકાર્ડ ખરીદ્યું હતું અને એક વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ સહદેવસિંહે પાકિસ્તાની યુવતીને સોંપી દીધું હતું.

સહદેવસિંહ જૂન 2023થી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં હતો. આ જાસૂસી બદલ એક વ્યક્તિએ સહદેવસિંહને 40 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ATSની પૂછપરછમાં જાસૂસીકાંડ અંગે વધુ ખુલાસા થઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 24, 2025 06:52 PM