Ahmedabad Video : રાજ્યમાં આજે લેવાશે ગુજકેટની પરીક્ષા, 1.38 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાવાની છે. રાજ્યભરના 1.38 લાખ વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા આપવાના છે. મળતી માહિતી અનુસાર આજની આ પરીક્ષામાં 12 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.
રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાવાની છે. રાજ્યભરના 1.38 લાખ વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા આપવાના છે. મળતી માહિતી અનુસાર આજની આ પરીક્ષામાં 12 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ગુજકેટની પરીક્ષા માટે કુલ 34 ઝોનમાં 34 પરીક્ષા કેન્દ્રોની 673 બિલ્ડીંગમાં પરીક્ષાની વ્યવસ્થા કરી છે. ગુજરાત બોર્ડ સિવાયના અન્ય 31 બોર્ડના 18,305 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે.
CBSE બોર્ડના 15,558 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગુજરાત બોર્ડનાં 1,19,494 વિદ્યાર્થી નોંધાયા છે. આજની ગુજકેટની પરીક્ષામાં 75,558 વિદ્યાર્થી જ્યારે 62,241 વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવાની છે. જેમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વિષયનું ભેગું પેપર 10 થી 12 વાગ્યા સુધી લેવાશે. બીજું પેપર બી ગ્રુપના વિદ્યાર્થી માટે બાયોલોજીનું બપોર 1 થી 2 વાગે લેવામાં આવશે. જ્યારે એ ગ્રુપના વિદ્યાર્થીઓનું ગણિતનું પેપર બપોરે 3 થી 4 વાગ્યામાં લેવાશે.