Banaskantha: વીજળીની માંગ વધુ ઉગ્ર બની, ખેડૂતો સાથે હવે કિસાન સંઘ પણ મેદાને
ભારતીય કિસાન સંઘથી લઇ ખેડૂત આગેવાનનો જિલ્લાના તમામ તાલુકા મથકે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ઉદ્યોગો અને પૂરતી વીજળી આપી શકતી હોય તો ખેડૂતોને કેમ નહીં.
બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં અપુરતી (Power)વીજળીથી હવે ખેડૂતો (Farmers) પરેશાન થયા છે. છેલ્લા ત્રણ દિવસથી દિયોદર વખા ખાતે ખેડૂતો ધરણાં કરી રહ્યા હતા. પરંતુ હવે જિલ્લાના તમામ તાલુકા મથકે ભારતીય કિસાન સંઘથી લઈ ખેડુત સંગઠનો પૂરતી વીજળી મળે તે માટેની માંગ કરી આવેદનપત્ર રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલન નો મુખ્ય વ્યવસાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પૂરતી વીજળી ન મળતાં ખેડૂતો પરેશાન થયા છે. સરકારે આઠ કલાક ખેતી વપરાશ માટે વીજળી આપવાની બાહેધરી આપી હોવા છતાં આઠ કલાક તો ઠીક પરંતુ ખેડૂતોને ચાર કલાક પણ અપૂરતી વીજળી મળતી નથી. ઉનાળુ વાવેતર થઇ ચૂક્યું છે. જે વચ્ચે પૂરતું પાણી ન મળતા ખેતરમાં બિયારણ અને ખાતર નિષ્ફળ થઇ ગયા છે.
ભારતીય કિસાન સંઘથી લઇ ખેડૂત આગેવાનનો જિલ્લાના તમામ તાલુકા મથકે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ઉદ્યોગો અને પૂરતી વીજળી આપી શકતી હોય તો ખેડૂતોને કેમ નહીં. કિસાન સંઘના આગેવાન મોહનલાલ માળીએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ ખેડૂતોને વીજળી ની સમસ્યા નડી રહી છે. સરકાર ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ખેડૂતોને વીજળી આપે. અન્યથા આગામી સમયમાં માર્ચ માસના વીજ બિલ ખેડૂતો પડશે નહીં.
દિયોદર વખા ખાતે ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યા છે. વીજળીની માંગ સાથે ખેડૂતો રાત્રી દરમિયાન પણ વીજ સબ સ્ટેશન ખાતે ધરણાં કરતા હોવા છતાં સ્થાનિક તંત્ર કે પદાધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લેતા નથી. આજે ખેડૂતોએ રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વીજળી આપવાની માંગ કરી છે.