Bhavnagar: વન રક્ષક પેપરકાંડ મુદ્દે ASP સફીન હસનનો દાવો, ”આ પેપર ફૂટવાની ઘટના નથી, માત્ર કોપી કેસ છે”

પોલીસના જણાવ્યા અનુસાર, પેપર લીક થયાની વાતમાં કોઇ તથ્ય નથી. 3 લોકો સામે કોપી કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Bhavnagar: વન રક્ષક પેપરકાંડ મુદ્દે ASP સફીન હસનનો દાવો, ''આ પેપર ફૂટવાની ઘટના નથી, માત્ર કોપી કેસ છે''
Bhavnagar ASP Safin Hassan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 8:25 AM

રવિવારના રોજ લેવાયેલી વન રક્ષક (forest guard) ની પરીક્ષા માટેનું પેપર ફૂટી (paper leak) ગયું હોવાના મુદ્દે ASP સફીન હસને દાવો કર્યો છે કે, આ પેપર ફૂટવાની ઘટના નથી પરંતુ કોપી કેસનો મામલો છે. સફીન હસને દાવો કર્યો કે, અત્યાર સુધીમાં તપાસમાં ક્યાંય પણ એવું સામે નથી આવ્યું કે પેપર લીક થયું હોય. પોલીસે (Police) પાલિતાણા (Palitana) ના ટ્યૂશન સંચાલક (tuition administrators) ની ધરપકડ કરી હતી, જેણે આ પેપર યુવા કરિયર નામના પોતાના ગૃપમાં મુક્યું હતું. પોલીસની પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે તેને આ પેપર પરીક્ષા (Exam) શરૂ થયાના એક કલાક બાદ મળ્યું હતું. તેના એક મિત્ર તરફથી આ પેપર મળ્યું હોવાનું અને તેણે પરીક્ષા આપી રહેલા એક મિત્ર માટે આ પેપર મોકલ્યું હતું. આ ઘટનાને પોલીસ માત્ર કોપી કેસ તરીકે જોઈ રહી છે પણ અહીં સવાલ એ છે કે ચાલુ પરીક્ષાએ પ્રશ્નપત્ર બહાર કઈ રીતે આવી ગયું?

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાવનગરમાંથી પેપર લીક થયું હોવાનો દાવો કર્યો હતો અને પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમ છતા પોલીસ આ કેસને માત્ર કોપી કેસ તરીકે જ જોઇ રહી છે. આ સમગ્ર મુદ્દે અત્યાર સુધીમાં 2 આરોપીને ઝડપી લેવાયા છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ છે. રવિવારે વન રક્ષકની પરીક્ષા બપોરે 12-00થી 2-00 વાગ્યા સુધી હતી. ત્યારે વન રક્ષકનું પેપર ભાવનગરના યુવા કરિયર (ન્યુ બેન્ચ) ગૃપમાં બપોરે 1-04 મિનિટે ફરતું થયું હતું. અકેડમી સંચાલક મહેશ નામના વ્યક્તિએ આ પેપર ગૃપમાં નાખ્યું હતું. ચાલુ પરીક્ષાએ પેપર કેમ બહાર આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. જોકે પોલીસ દ્વારા યુવા કરિયર અકેડમીના સંચાલક મહેશ ચુડાસમાની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા 4 અલગ-અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં હવે પોલીસે પેપર લીક થયુ હોવાની વાતને ફગાવી છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

પોલીસના જણાવ્યા અનુસાર, પેપર લીક થયાની વાતમાં કોઇ તથ્ય નથી. 3 લોકો સામે કોપી કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. તેમને મિત્ર નિલેશ મકવાણાએ પ્રશ્નપત્રના ફોટો મોકલ્યાનું કબૂલ્યું છે. પરીક્ષામાં બેઠેલા મિત્ર હરદવ પરમારને જવાબ મોકલ્યા હતા. પોતાના અંગત ફાયદા માટે પ્રશ્નપત્રના ફોટો પાડી બહાર મોકલ્યા હતા.

આ પણ વાંચો-

મોંઘવારી બગાડી શકે છે તમારા રસોડાનું બજેટ, સરકાર નેચરલ ગેસના ભાવ બમણા કરે તો આંચકો ન અનુભવતા

આ પણ વાંચો-

Bank Holidays in April 2022 : એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે, યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

g clip-path="url(#clip0_868_265)">