ગાંધીનગર : CID ક્રાઈમે વિઝા કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી, કુડાસણ પાસેથી ધરપકડ, જુઓ વીડિયો
ગાંધીનગરના કુડાસણ પાસેથી CID ક્રાઈમે વિઝા કૌભાંડ કેસમાં વિશાલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અગાઉ વિઝા કૌભાંડ મામલે 2 ગુના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે એમ્પાયર ઓવરસીઝ વિઝાની ઓફિસનાં માલિક વિશાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા CID ક્રાઈમ દ્વારા વિઝા કન્સલ્ટન્સી ઓફિસો પર દરોડા કર્યા હતા, ત્યારે CID ક્રાઈમે વિઝા કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ગાંધીનગર કુડાસણ પાસે એમ્પાયર ઓવરસીઝ વિઝાની ઓફિસનાં માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એમ્પાયર ઓવરસીઝ વિઝાની ઓફિસનાં માલિક સામે ગુનો દાખલ
ગાંધીનગરના કુડાસણ પાસેથી CID ક્રાઈમે વિઝા કૌભાંડ કેસમાં વિશાલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અગાઉ વિઝા કૌભાંડ મામલે 2 ગુના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે એમ્પાયર ઓવરસીઝ વિઝાની ઓફિસનાં માલિક વિશાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પાડ્યા હતા દરોડા
મહત્વનું છે કે ખોટી રીતે વિઝા બનાવનાર કન્સલ્ટન્સી ઓફિસો સામે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને સઘન તપાસ હાથ ધરી હતી. CID ક્રાઇમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 સ્થળો પર વિઝા કન્સલ્ટન્સી ઓફિસોમાં એક સાથે દરોડા પાડ્યા હતા. ખોટા દસ્તાવેજ પર વિઝાની પ્રોસેસ થતી હોવાની અનેક ફરિયાદ મળતા કાર્યવાહી હાથ ધરાઇ આવી હતી, ત્યારે આ મામલે CID ક્રાઈમે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મળેલા દસ્તાવેજોનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને સમગ્ર મામલે રાજ્યમાં મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતુ.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
