Vadodara : વડોદરાના પાદરામાં તાલુકા પંચાયત કચેરી પાસે લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તારમાં વીજળીનો થાંભલો પડ્યો.રહેણાંક અને ભરચક વિસ્તારમાં દૂર્ઘટના બની.જર્જરિત વીજ થાંભલો પડતા સોસાયટીમાં પાર્ક કરેલી કારને નુકશાન થયુ. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આ થાંભલાને હટાવવા સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી, જો કે MGVCL દ્વારા બેદરકારી દાખવવામાં આવી અને કોઈ કાર્યવાહી ન કરી.મહત્વનું છે કે પાદરા શહેરમાં આવા જર્જરિત અનેક થાંભલાઓ છે. જેમને તંત્ર તાકિદે હટાવે તેવી સ્થાનિકોની માગ છે.
આ પહેલા વલસાડ જિલ્લાના ભાગડા વાડા ગામમાં વીજ વિભાગની બેદરકારીને કારણે 7 ભેંસોના મોત થયા હતા. વીજળીના થાંભલા પરથી જીવંત વિસ્તારમાં તાર લટકી રહ્યો હતો. જેને લઈને મેદાનમાં ચરી રહેલી ભેંસો જીવંત વીજ તારના સંપર્કમાં આવતા જ એકસાથે 7 ભેંસોના વીજ કરંટ લાગતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. એકસાથે ચાર પશુપાલકોની 7 ભેંસોના મોત નીપજતા પશુપાલકોને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.