Vadodara : જામીન પર છૂટ્યા બાદ MD ડ્રગ્સ સાથે ઝડપાયો આરોપી, પોલીસે ફરાર સપ્લાયરની શોધખોળ હાથ ધરી, જુઓ Video

Vadodara : જામીન પર છૂટ્યા બાદ MD ડ્રગ્સ સાથે ઝડપાયો આરોપી, પોલીસે ફરાર સપ્લાયરની શોધખોળ હાથ ધરી, જુઓ Video

| Edited By: | Updated on: Nov 28, 2025 | 2:29 PM

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. જેના પગલે આરોપીને સજા પણ થાય છે આ માહિતીથી બધા લોકો અવગત હોય છે. પરંતુ વડોદરામાં રીઢા ગુનેગાર જેલમાંથી જામીન પર બહાર આવી નશાનો વેપલો કરતો ઝડપાયો છે. વડોદરાનો રીઢો ગુનેગાર સાહિદ ઉર્ફે ભુરીયો જામીન પર છૂટ્યા બાદ MD ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપાયો છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના હુજરાત ટેકરા વિસ્તારમાં શેરઅલી બાવાની દરગાહ પાસે આવેલા આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. હુજરાત ટેકરા વિસ્તારમાં આવેલા મકાનમાં ડ્રગ્સનો વેચાણ કરતો હતો. પોલીસે દરોડા પાડતા આરોપીના મકાનમાંથી 2.80 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. ફરાર ડ્રગ્સ સપ્લાયરને દબોચવા કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર કાસમઆલા ગેંગના આરોપી સામે અત્યાર સુધી 14 ગુના નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે આરોપી જેલમાંથી જામીન પર બહાર આવી MD ડ્રગ્સનું વેચાણ કરતા ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. ફરાર ડ્રગ્સ સપ્લાયરને દબોચવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 28, 2025 02:28 PM