ગુજરાતમાં ઓક્સિજનની અછતથી એક પણ મોત નહી, વિપક્ષ લોકોને ભ્રમિત કરે છેઃ વિજય રૂપાણી

ઓક્સિજન અછતથી મોતના મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay rupani ) નિવેદન આપ્યું છે. ઓક્સિજનની અછતથી ગુજરાતમાં કોઈ મોત થયું નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 2:57 PM

કોરોનાની (Corona)  બીજી લહેર દરમિયાન અનેક લોકોના મોત નિપજ્યા છે.  કોરોનાની બીજી લહેર દરમિયાન લોકને બેડ માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. તો ટેસ્ટિંગ માટેની કીટ પણ ખૂટી પડી હતી. તો બીજી તરફ ઓક્સિજન બેડ માટે પણ લોકોને વલખા મારવા પડતા હતા. આ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ઓક્સિજન અછતથી મોતના મુદ્દે નિવેદન આપ્યું છે. ગુજરાતમાં ઓક્સિજન અછતથી કોઈ મોત નહીં. ઓક્સિજનથી મોત થયાનો એક પણ દાખલો નથી. આ સાથે જ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. કહ્યું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. વિપક્ષ લોકોને ભ્રમિત કરવા ખોટી વાત કરે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">