નીતિન પટેલે કોંગ્રેસ પર નિશાન તાક્યું, રાહુલના ‘ઘોડાવાળા’ નિવેદન પર કટાક્ષ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 15, 2024 | 5:36 PM

નીતિન પટેલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન તાકતા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગત 6 જુલાઈએ ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસની ખામી હોવાનું સ્વિકાર કર્યું હતુ. જેને લઈ કહ્યુ હતુ કે, બે ઘોડાઓ છે જેમાં એક રેસનો અને બીજો ઘોડો લગ્નમાં નચાવવા માટેનો હોય છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો.

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન તાકતા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગત 6 જુલાઈએ ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસની ખામી હોવાનું સ્વિકાર કર્યું હતુ. જેને લઈ કહ્યુ હતુ કે, બે ઘોડાઓ છે જેમાં એક રેસનો અને બીજો ઘોડો લગ્નમાં નચાવવા માટેનો હોય છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો.

સાંસદ હરીભાઈ ચૌધરીના કાર્યકરતા આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે કટાક્ષ કરતા નિવેદન કર્યું હતુ. નીતિન પટેલે કહ્યું હતુ કે, ભાજપ પાસે તો રેસના ઘોડા છે. જો કોઈને લગનમાં વરઘોડા નિકાળવો હોય અને નાચતા ઘોડાની જરુર હોય તો, કોંગ્રેસ વાળાને બલોવી લેવા માટે કહ્યું હતુ.

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો