સુરતમાં પાડોશી ધર્મ લજવાયો, 6 વર્ષની માસૂમ સાથે થયું દુષ્કર્મ – જુઓ Video

સુરતમાં પાડોશી ધર્મ લજવાયો, 6 વર્ષની માસૂમ સાથે થયું દુષ્કર્મ – જુઓ Video

| Edited By: | Updated on: May 27, 2025 | 8:03 PM

સુરત શહેરમાંથી માનવતાની તમામ હદો વટી જાય તેવી ઘટના સામે આવી છે. ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં માત્ર 6 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મનો શરમજનક બનાવ બન્યો છે.

સુરત શહેરમાંથી માનવતાની તમામ હદો વટી જાય તેવી ઘટના સામે આવી છે. ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં માત્ર 6 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મનો શરમજનક બનાવ બન્યો છે.

આ દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નહીં પણ બાળકીનો પાડોશી જ હતો. 45 વર્ષના જય મંગલ પાસવાને પહેલા બાળકીનું અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેને પોતાના ઘરે લઇ ગયો અને હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી હતી.

દીકરીએ હિંમત કરીને તેના કાકાને સમગ્ર હકીકત જણાવી, ત્યારબાદ આખી ઘટના બહાર આવી હતી. આરોપી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો છે. જો કે, પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં બનેલી આ ઘટનાએ શહેરને ફરી એકવાર હચમચાવી નાખ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો