Monsoon 2025 : સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ, NDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ, જુઓ Video

Monsoon 2025 : સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ, NDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 17, 2025 | 1:50 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે તાત્કાલિક રાહત અને બચાવ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે તાત્કાલિક રાહત અને બચાવ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર અને બોટાદમાં NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ

વડોદરાથી NDRFની ત્રણ ટીમોને તાત્કાલિક સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોકલવામાં આવી છે. આ ટીમોમાંથી એક ટીમ કચ્છમાં સ્ટેન્ડબાય રખાઈ છે, જ્યારે 2 ટીમ રાજકોટમાં તૈનાત કરવામાં આવી છે. આ બે ટીમમાંથી એક ટીમ ભાવનગર અને એક ટીમ બોટાદ મોકલવામાં આવી છે. અતિભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. NDRFની ટીમો સ્થાનિક કલેક્ટરોના સંપર્કમાં રહીને, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા અને રાહત પહોંચાડવાનું કામ કરી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે અને ટીમો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો