Rain News : નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેના પગલે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ડાંગ અને વલસાડમાં પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી હતી.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેના પગલે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ડાંગ અને વલસાડમાં પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી હતી. ડેમની સપાટી 167.55 ફૂટે ડેમ છલકાયો હતો. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ત્યારે બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં 70.80 ટકા પાણી ભરાયો છે. 6 વર્ષમાં પહેલી વાર 70.80 ટકા ડેમ 15 જુલાઈ પહેલા ભરાયો છે. ધરોઈ ડેમમાં 4444 ક્યુસેક વરસાદી પાણીની આવક થઈ છે. કુલ 622 ફૂટ જળ સપાટી સામે 613.94 ફૂટ જળ સપાટી પહોંચી છે. ચાલુ માસે 618 ફૂટ જળ સપાટી પહોંચે છે. તો પાણી છોડવામાં આવશે.
બનાસકાંઠામાં મોડી રાત્રે ખાબક્યો વરસાદ
બીજી તરફ બનાસકાંઠાના લખાણી અને થરાદ તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે. લાખણી અને થરાદમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. લાખણી તાલુકાના ગામ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરેલા પાકને નુકસાનની ભીતિ છે. થરાદમાં ભાભર-મીઠા હાઈવે પર વરસાદી પાણી ભરાયું છે. સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
