Navsari: ટામેટાના ભાવમાં લાલચોળ તેજી, ઓછી ખરીદીથી સંતોષ માનતી મહિલાઓ, જુઓ Video
આવકમાં ઘટાડો, ભાવમાં વધારો, ભાવમાં ભડકો, રસોઇમાંથી ટામેટા ગાયબ, ગૃહીણીઓ પરેશાન, દેશભરમાં હાહાકાર, ટામેટાના ભાવમાં લાલચોળ તેજી હાલ દેશભરમાં ચર્ચાનું કારણ બની છે. જેની વચ્ચે નવસારીમાં પણ નાસિકથી થતી ટામેટાની આવક પર બ્રેક વાગી છે.
Navsari: નાસિકથી થતી ટામેટાની આવક પર હાલ બ્રેક વાગી છે. નવસારીમાં દૈનિક 1 હજાર કેરેટની આવક સામે, હાલ માત્ર 500 કેરેટ માલ જ આવી રહ્યો છે. આ સ્થિતિમાં આવક ઘટતા ભાવમાં ભડકાની સ્થિતિ છે. ટામેટું રસોઇને સ્વાદીષ્ટ બનાવે છે, પરંતુ ભાવના ભડકાએ રસોઇનો સ્વાદ છીનવી લીધો છે.
આ પણ વાંચો : વડોદરામાં ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, આક્રોશ વ્યક્ત કર્યો
દાળ ફીકી અને શાક સ્વાદ વગરનું બન્યું છે. ગૃહિણીઓની વિનંતી છે કે સરકાર ટામેટાના ભાવને અંકુશમાં લે. તો બીજી તરફ નવસારી APMCના સત્તાધીશો પણ સ્થિતિ સામે લાચારી દર્શાવી રહ્યા છે. ટામેટાંના ભાવો આસમાને આસમાને જતાં પ્રજા પરેશાન થઈ રહી છે. ત્યારે મહિલાઓ ઓછી ખરીદીથી કરી સંતોષ માણી રહી છે.
(with input : Nilesh Gamit)
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો