નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી, કારમાં સવાર ચાર લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જૂઓ Video
વરસાદ વચ્ચે નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી જવાની ઘટના બની હતી. જેમાંથી ચાર લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરાયુ છે.
Navsari : નવસારી જિલ્લામાં આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. ત્યારે વરસાદ વચ્ચે નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી જવાની ઘટના બની હતી. જેમાંથી ચાર લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરાયુ છે. નવસારીના જલાલપોર તાલુકાના મંદિર ગામે રેલવે ક્રોસિંગની (Railway crossing) આગળ એક ગરનાળુ બનાવવામાં આવેલુ છે. જેમાં ભારે વરસાદ બાદ ગરનાળુ પાણીથી છલોછલ ભરાઇ ગયુ હતુ.
જો કે એક મારુતિ કાર ચાલકે કાર ગરનાળામાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અચાનક પાણીનું વહેણ વધી જતા કાર ગરનાળામાં ફસાઇ ગઇ હતી. જે પછી ફાયર વિભાગના જવાનોને કોલ કરવામાં આવ્યો હતો. જે પછી ફાયર વિભાગના જવાનોએ રેસ્કયૂ કરીને કારમાં સવાર તમામ પાંચ લોકોને બચાવ્યા હતા.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
