નવરાત્રી પૂર્વે ખેલૈયાઓમાં જોવા મળ્યો ટેટુનો ક્રેઝ, જાણો સ્કિન સ્પેશિયાલિસ્ટે શું આપી સલાહ, જુઓ Video
નવરાત્રીને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. જેના પગલે ગરબા આયોજકોથી લઈને ખેલૈયાઓ સહિતના તમામ લોકો નવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. નવરાત્રીમાં પૂર્વે ખેલૈયાઓમાં કપડા, ઓર્નામેન્ટ્સની સાથે સાથે ટેમ્પરરી ટેટુનો ક્રેઝ પણ ખૂબ જ વધી રહ્યો છે.
નવરાત્રીને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. જેના પગલે ગરબા આયોજકોથી લઈને ખેલૈયાઓ સહિતના તમામ લોકો નવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. નવરાત્રીમાં પૂર્વે ખેલૈયાઓમાં કપડા, ઓર્નામેન્ટ્સની સાથે સાથે ટેમ્પરરી ટેટુનો ક્રેઝ પણ ખૂબ જ વધી રહ્યો છે. આ વર્ષે ખેલૈયાઓ માત્ર ફેશનેબલ ડિઝાઇન જ નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતા ટેટૂ પણ કરાવી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના, ટેરિફ વોર, અને AI ટેકનોલોજી જેવા વિષયો પર આધારિત ટેટૂ ટ્રેન્ડમાં છે.
જીવલેણ રોગનું જોખમ વધવાની શક્યતા
પરંતુ આવા ટેમ્પરરી ટેટુ ગમે ત્યાં કરાવી લેતા વિવિધ જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. કોઈ ચેપી રોગ ધરાવતા વ્યક્તિના શરીર પર ટેટુ કર્યા બાદ તે જ નીડલનો સ્વસ્થ વ્યક્તિના શરીર પર ઉપયોગ કરાય તો બીમારી ફેલાવવાનો ખતરો વધી જાય છે. એટલું જ નહીં તેનાથી હિપેટાઈટીસ બી, હિપેટાઈટીસ સી, Tuberculosis, રક્તપિત્ત કે ઘાતક ચામડીનું કેન્સર પણ થઈ શકે છે.
