Breaking News : સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા, નર્મદા, ભરૂચ અને વડોદરાના ગામોને કરાયા એલર્ટ, જુઓ Video
ગુજરાતના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમ પર વરસાદી પાણીની આવકમાં ભારે વધારો થયો છે. તાજેતરના અહેવાલો મુજબ, ડેમનું જળસ્તર 132.87 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 2.77 મીટર પાણીની સપાટી વધી છે.
ગુજરાતના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમ પર વરસાદી પાણીની આવકમાં ભારે વધારો થયો છે. તાજેતરના અહેવાલો મુજબ, ડેમનું જળસ્તર 132.87 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 2.77 મીટર પાણીની સપાટી વધી છે. ડેમમાં હાલ 80 ટકા પાણી સંગ્રહ થતા એલર્ટ આપવામાં આવ્યું છે. 5.7 લાખ ક્યુસેક આવક થઈ છે. તેના કારણે 1.37 લાખ ક્યુસેક પાણીની જાવક થઈ છે. નર્મદા ડેમમાં 7650 MCM જેટલા પાણીનો સંગ્રહ થયો છે.
નર્મદા ડેમની વધી સપાટી
આજે સવારે 8 કલાકેથી ડેમના 15 દરવાજા 2.75 મીટર ખોલાયા છે. પાવરહાઉસ મારફતે 2.86 લાખ ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં સારા વરસાદથી ડેમની સપાટી સતત વધી રહી છે. જેના કારણે ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. તંત્રએ સાવચેતીના પગલે નર્મદા, ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
