Sardar Sarovar Dam : વર્તમાન ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરને પાર, જુઓ Video
ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ત્યારે આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 126 મીટરને પાર થઈ છે.
Narmada : સરદાર સરોવર નર્મદા ડેમમાં (Narmada Dam) પાણીની સપાટી વર્તમાન ચોમાસાની સિઝનમાં પ્રથમવાર 126 મીટરને પાર થઈ છે. ગઈકાલે સાંજે 5 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 126.09 મીટર નોંધાઈ હતી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 41,590 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 17 સેમીનો વધારો થયો છે.
ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ત્યારે વર્તમાન ચોમાસાની સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 126 મીટરને પાર થઈ છે.
(With Input : Vishal Pathak)
નર્મદા અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
