Sardar Sarovar Dam: સરદાર સરોવરની સપાટી 125.57 મીટર નોંધાઇ, સવારથી જ સતત નવી આવક થઈ, જાણો કેટલા ટકા ભરાયો ડેમ-Video
Sardar Sarovar Dam Water Level: શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીની સ્થિતી જોવામાં આવે તો. અંતિમ 24 કલાકમાં જળ સ્તર 43 સેન્ટીમીટર વધ્યુ છે. આ દરમિયાન પાણીની આવક 68,923 ક્યુસેક નોંધાઈ હતી.
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેવાને લઈ જળજથ્થામાં વધારો થયો છે. ડેમની જળ સપાટીમાં પણ આશીંક વધારો નવી આવકને લઈ થયો છે. શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીની સ્થિતી જોવામાં આવે તો. અંતિમ 24 કલાકમાં જળ સ્તર 43 સેન્ટીમીટર વધ્યુ છે. આ દરમિયાન પાણીની આવક 68,923 ક્યુસેક નોંધાઈ હતી. સાંજે પાંચ કલાકે જળસપાટી 125.57 મીટર નોંધાઈ હતી. જ્યારે પાણીનો જથ્થો 5927 એમસીએમ નોંધાયો હતો. આમ સરદાર સરોવર ડેમમાં કુલ જળસંગ્રહ હાલમાં 62.65 ટકા થયો છે.
છેલ્લા ચોવીસ કલાકથી પાણીની આવક સતત નોંધાઈ રહી છે. આવકની વાત કરવામાં આવેતો મધ્યરાત્રીના દકમિયાન 2 કલાકે 56450 ક્યુસેક નોંધાઈ હતી. જે વહેલી સવારે 6 કલાકે ઘટીને 21027 ક્યુસેક થઈ હતી. જોકે ત્યારબાદ સવારે 7 કલાકે આવકમાં વધારો નોંધાયો હતો. શનિવારે સવારે 7 કલાકે 56512 ક્યુસેક આવક થઈ હતી. જે સવારે 10 કલાકે 58 હજાર ક્યુસેકની આસપાસ રહી હતી. બપોરે ત્રણ કલાકે આંકડો 60 હજાર ક્યુસેકને પાર કરી ગયો હતો અને પાંચ વાગે દિવસનો સૌથી વધારે આવકનો આંકડો 68 હજાર ક્યુસેક નોંધાયો હતો.
આ પણ વાંચોઃ Aravalli: શિક્ષિકાને નજીકની શાળાના શિક્ષકે કર્યુ પ્રપોઝ-હું તને સારુ રાખીશ, તુ મને બહુ ગમે છે, જંગલમાં લઈ જઈ આચર્યુ દુષ્કર્મ