નર્મદા : ભાજપની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી, ધારાસભ્ય દર્શના દેશમુખે મંચ પરથી ઉભરો ઠાલવ્યો

નર્મદા : નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખનું સ્નેહ મિલન કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. મહિલા ધારાસભ્યએ કહ્યું હતું કે " ભાજપના જ કાર્યકરો મારી મજાક ઉડાવે છે"

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 2:48 PM

નર્મદા : નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખનું સ્નેહ મિલન કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. મહિલા ધારાસભ્યએ કહ્યું હતું કે ” ભાજપના જ કાર્યકરો મારી મજાક ઉડાવે છે” કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું હતું કે આપણી પાર્ટી માટે ભોગ આપવા વાળા નેતાઓથી જ પાર્ટી ચાલે છે પરંતુ મારી પાર્ટીના લોકો જ મારી હસી ઉડાડે છે.

કાર્યકરોને અપીલ કરતા ધારાસભ્ય દર્શના દેશમુખે કહ્યું હતું કે તમે લોકો જો મને 4 વર્ષ હજુ ધારાસભ્ય જોવા માંગતા હોય તો મારુ અપમાન કર્યું છે તેમનો બદલો લેવો પડશે, આ મારુ નહી પણ પાર્ટીના કાર્યકરોનું અપમાન છે.

આ ખેંચતાણ મામલે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન પણ આવ્યું છે તેમણે જાહેર મંચ પરથી નહીં પણ યોગ્ય જગ્યાએ રજુઆત કરવી જોઈએ, જાહેર મંચ પરથી આ પ્રકારનું નિવેદન અયોગ્ય  ગણાવ્યું હતું .

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">