Narmada: ડેડીયાપાડા તાલુકામાં 18 ઇંચ વરસાદ, ભારે વરસાદથી કોઝ વે અને રસ્તાઓ ધોવાયા

TV9 GUJARATI

|

Updated on: Jul 11, 2022 | 5:37 PM

મેઘરાજાનો ભીષણ પ્રકોપ, ડેડીયાપાડા તાલુકામાં 18 ઇંચ વરસાદ, ભારે વરસાદથી કોઝ વે અને રસ્તાઓ ધોવાયા છે. જ્યારે જિલ્લાનો કરજણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. કરજણ નદી પરના 6 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

Narmada: મેઘરાજાનો ભીષણ પ્રકોપ, ડેડીયાપાડા તાલુકામાં 18 ઇંચ વરસાદ, ભારે વરસાદથી કોઝ વે અને રસ્તાઓ ધોવાયા છે. જ્યારે જિલ્લાનો કરજણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. કરજણ નદી પરના 6 ગામોને એલર્ટ કરી દેવાયા છે. ડેડીયાપાડા અને સાગબારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમની જળસપાટી રૂલ લેવલ વટાવી ગઈ છે. ભારે વરસાદના પગલે ગરુડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. વિયર ડેમ ઓવરફલો થતાં ગરુડેશ્વર ખાતે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.

ગુજરાતવાસીઓ માટે આગામી પાંચ દિવસ ભારે

ગુજરાતમાં રવિવાર રાતથી પડેલા વરસાદથી સમગ્ર રાજ્ય પાણીમાં તરબોળ થઇ ગયુ છે. ઠેર ઠેરથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. શાળા-કોલેજ, ગાર્ડન, દુકાનો, ખેતરો તમામ સ્થળે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. હજુ આ સ્થળોએથી પાણી માંડ ઓસરવાનું શરુ કર્યુ છે. ત્યાં ફરી હવામાન વિભાગે 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati