Rain News : બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું ! સરકાર કાયમી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી માગ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે બનાસકાંઠામાં થરાદના નાગલા ગામમાં વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો છે. ત્યારે બનાસકાંઠા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે બનાસકાંઠામાં થરાદના નાગલા ગામમાં વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો છે. ત્યારે બનાસકાંઠા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને કારણે સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે.
દર વર્ષે ચોમાસામાં આ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 2015 અને 2017માં આવેલા પૂર બાદ પરિસ્થિતિ વણસી છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો અન્ય જગ્યાએ વસવાટ કરવા મજબૂર બને છે. ધારાસભ્ય, સાંસદ અને CM સુધી રજૂઆત છતાં કોઈ સુધારો આવ્યો નહીં. સરકાર કાયમી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી માગ કરવામાં આવી છે. ગ્રામજનોએ મામલતદાર સમક્ષ સમસ્યાના નિકાલની માગ કરી છે.
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ગુજરાતમાં ધોધમાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 3.90 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના ગોધરામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં 2.3 ઈંચ, માંડવીમાં 2.2 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
