ખેડા વીડિયો : નડિયાદના વલેટવા ચોકડી પાસે ખાતરના કૌભાંડનો પર્દાફાશ, મંડળીના સંચાલક સહિત 3 સામે ફરિયાદ
ખેડાના નડિયાદની વલેટવા ચોકડી પાસે ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો છે.કૌભાંડીઓએ ખેડૂતોના હકના ખાતર પર તરાપ મારી છે. ખેડૂતોને અપાતા સબસિડીવાળા યૂરિયા ખાતરનું ફરી પેકિંગ કરીને તેના પર અન્ય લેબલ ચિપકાવીને બમણા ભાવે બારોબાર ખાતર વેચી દેવાતું હતું
રાજ્યમાં અવારનવાર કૌભાંડ બહાર આવતા હોય છે. ત્યારે ખેડાના નડિયાદમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યુ છે. નડિયાદની વલેટવા ચોકડી પાસે ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો છે.કૌભાંડીઓએ ખેડૂતોના હકના ખાતર પર તરાપ મારી છે.
ખેડૂતોને અપાતા સબસિડીવાળા યૂરિયા ખાતરનું ફરી પેકિંગ કરીને તેના પર અન્ય લેબલ ચિપકાવીને બમણા ભાવે બારોબાર ખાતર વેચી દેવાતું હતું.નીમ કોટેડ યુરીયા સબસિડીવાળુ ખાતર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.ખાતર કૌભાંડમાં સલુણ ગામે ખાતરની મંડળીના સંચાલક સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે.
બીજી તરફ આ અગાઉ પંચમહાલના હાલોલમાં અધિકારીઓ જ કૌભાંડ કરતા પકડાયા હોવાની ઘટના બની હતી.પાણી પુરવઠા યોજનામાં 12.76 લાખનું કૌભાંડ કરતા નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક વર્મા અને મદદનીશ ઇજનેર દેવાંશી ભટ્ટને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
