સરહદી વિસ્તાર નડાબેટનો રણપ્રદેશ દરિયામાં ફેરવાયો, મિની વાવાઝોડા સાથે ઉછળ્યા મોજા, જુઓ Video
બનાસકાંઠાના નડાબેટનો રણપ્રદેશ ભારે વરસાદને કારણે દરિયામાં ફેરવાઈ ગયો છે, જ્યાં મિની વાવાઝોડા સાથે દરિયા જેવા મોજા ઉછળતા જોવા મળ્યા.
પાકિસ્તાનની સરહદને અડીને આવેલા રણ પ્રદેશમાં જાણે આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના નડાબેટનો રણપ્રદેશ ભારે વરસાદને કારણે દરિયામાં ફેરવાઈ ગયો છે, જ્યાં મિની વાવાઝોડા સાથે દરિયા જેવા મોજા ઉછળતા જોવા મળ્યા.
સુઈગામ પંથકમાં સવારથી અત્યાર સુધીમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે પવન અને વરસાદને કારણે ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જો આ પ્રકારે જ વરસાદ ચાલુ રહેશે તો સુઈગામ તાલુકામાં મુશ્કેલીઓ વધી શકે છે.
વાવ તાલુકામાં પણ 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે પવન સાથેના વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે અને વાવ ચાર રસ્તા પર નદી જેવો પ્રવાહ જોવા મળ્યો. આ ઉપરાંત, વાવ-થરાદ હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ સમગ્ર પંથકમાં લોકો વરસાદ અને પવનને કારણે પરેશાન છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી, અનેક જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર, વર્તમાન ચોમાસામાં 102 ટકા વરસ્યો મેહુલિયો
