મુંબઈ સમાચાર : મુંબઈમાં આવકવેરા વિભાગના દરોડાનું પગેરું અમદાવાદમાં નીકળ્યું ,જુઓ વીડિયો
મુંબઈમાં આવકવેરા વિભાગના દરોડાનું પગેરુ અમદાવાદમાં નીકળ્યુ હોવાનું સામે આવ્યુ છે. ઈન્કમટેક્સે સપાટો બોલાવ્યા બાદ ફરી બિલ્ડરો ઝપેટામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદની આઈટી કંપનીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તો વીર હાઉસમાં ત્રીજા માળે આવેલા શુક્ર ફાર્માસ્યુટિકલ્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
મુંબઈ સમાચાર : મુંબઈમાં આવકવેરા વિભાગના દરોડાનું પગેરુ અમદાવાદમાં નીકળ્યુ હોવાનું સામે આવ્યુ છે. ગત સપ્તાહમાં ઈન્કમટેક્સે સપાટો બોલાવ્યા બાદ ફરી બે બિલ્ડરો ઝપેટમાં આવ્યા છે. એક આઈટી કંપનીમાં પણ તેના અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી છે.તો જેના પગલે અમદાવાદના બોડકદેવમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
વીર હાઉસમાં ત્રીજા માળે આવેલા શુક્ર ફાર્માસ્યુટિકલ્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ શુક્રા ફાર્મા, શ્રી મારુતિ નંદન ગ્રુપનાં 9 ડિરેક્ટરની ઓફિસ અને ઘર પર તવાઈ બોલાવી હતી. મુંબઈ IT વિભાગના 100 થી વધુ અધિકારીની ટીમે પાડ્યા વ્યાપક દરોડા પાડ્યા છે. 2 લક્સુરિયસ કારને આધારે મુંબઈમાં દરોડાનું પગેરું અમદાવાદમાં નીકળ્યુ હતુ.
મુંબઈમાં બિલ્ડર જૂથ પર પડેલા દરોડાના કનેકશનમાં અમદાવાદમાં નીકળતા 6થી વધારે જગ્યાએ દરોડા અને સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે મોટા બેનામી વ્યવહાર અને વાંધાજનક દસ્તાવેજો મળવાની સંભાવના છે. તો છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ શહેરમાં આઈટી વિભાગે સપાટો બોલાવવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
