Breaking News : નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના હક માટે હવે સાંસદ મનસુખ વસાવા મેદાને, જુઓ Video
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના સાગબારા પંથકના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે સમર્થન આપ્યું છે. લાંબા સમયથી જમીન માલિકી અને ખેતીના અધિકાર માટે લડતા ખેડૂતો સાથે ખોપી ગામે બેઠક યોજી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આદિવાસી ખેડૂતોના હક્ક માટે મેદાનમાં ઉતર્યા છે. નર્મદા જિલ્લાના સાગબારા પંથકના અંદાજે દસથી બાર ગામોના આદિવાસી ખેડૂતો લાંબા સમયથી પોતાની જંગલ જમીનના હક અને માલિકી માટે વન વિભાગ સામે લડત ચલાવી રહ્યા છે. આ જમીન મુદ્દે કોઈ કાયમી નિકાલ ન આવતા સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામની મુલાકાત લીધી હતી.
ખોપી ગામે તેમણે પીડિત ખેડૂતો સાથે અગત્યની બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન, સાંસદે વન વિભાગને અપીલ કરી હતી કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો વર્ષોથી, ખાસ કરીને 2002 થી જંગલની જમીન ખેડતા આવે છે, તેમને રોકટોક ન કરે. તેમણે સુરત જિલ્લાના ખેડૂતોની જેમ તેમને પણ ખેતી કરવા દેવાની વાત કરી.
સાંસદે ખેડૂતોને સ્પષ્ટ અપીલ કરી કે વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ, વિવાદ કે કાયદો હાથમાં લેવાની જરૂર નથી. તેમણે મહાત્મા ગાંધીજીના ચિંધેલા અહિંસાના માર્ગે ચાલીને પોતાના હક માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવા આહવાન કર્યું હતું. મનસુખ વસાવાએ ખેડૂતોને ખાતરી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેમની સાથે રહેશે.
જીવનભર મળશે ₹20,000 નું માસિક પેન્શન, LICની આ સ્માર્ટ પેન્શન યોજનાનું આખું ગણિત સમજો
