Vadodara News : વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વડોદરામાં પણ વરસાદ અને પૂર બાદ ત્વચાના રોગો સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વડોદરામાં પણ વરસાદ અને પૂર બાદ ત્વચાના રોગો સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં મેલેરિયાના 3 અને ડેન્ગ્યુના 5થી વધુ કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચિકનગુનિયાના 6 જેટલા કેસ નોંધાયા છે. વરસાદ બાદ પાણીનો ભરાવો અને ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે. ચાલુ મહિને પાલિકાના ચોપડે ડેન્ગ્યુના 36 કેસ, SSGમાં 23 કેસ નોંધાયા છે. બીજી તરફ નગર પાલિકાના ચોપડે મેલેરિયાના 15, SSGમાં 5 દર્દી નોંધાયા છે. મળતી માહિતી અનુસાર આ તમામ આંકડા સરકારના ચોપડે નોંધાયેલા આંકડા છે.
આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં 25 ટીમો ઉતારી
બીજી તરફ કચ્છમાં વિવિધ રોગને લઈને 14 લોકોના મોત મામલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગઈકાલે લેવાયેલા સેમ્પલ બાદ દર્દીઓના પ્રાથમિક રિપોર્ટમાં તારણ સામે આવ્યું છે. કુલ 7 ગામોમાં મેલેરિયા, ડેન્ગ્યુ તથા સ્વાઇન ફલૂ હોવાનું તારણ સામે આવ્યું છે. હાલમાં આરોગ્ય વિભાગની 10થી વધુ ટીમ કચ્છમાં તૈનાત કરવામાં આવી છે અને અનેક સેમ્પલ વધુ ચેકિંગ માટે પુના ખાતે મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે લખપત અબડાસામાં ફેલાયેલી બીમારી છેલ્લા થોડા દિવસથી ચર્ચાના કેન્દ્રસ્થાને જોવા મળી રહી છે.