Ahmedabad : વાંચ ગામમાં ધમધમી રહી છે 70થી વધુ ગેરકાયદેસર મોતની ફેકટરીઓ, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 02, 2025 | 2:37 PM

બનાસકાંઠાની ઘટના વચ્ચે અમદાવાદમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ નજીક પણ મોતની ફેકટરીઓ ધમધમી રહી છે. વાંચ ગામમાં 70થી વધુ ગેરકાયદે ફેકટરીઓ ધમધમી રહી હતી. જ્યારે TV9 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટંગ દરમિયાન મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થો જોવા મળ્યા હતા. જો કે ટીવી9ના અહેવાલ બાદ પોલીસ વાંચ ગામ પહોંચી હતી.

વાંચ ગામમાં પોલીસે હાથ ધરી તપાસ

વાંચ ગામમાં મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થો તૈયાર કરવામાં આવે છે. ફટાકડાની વિવિધ ફેકટરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ,SOG, LCB સહિતની ટીમોની તપાસ હાથ ધરવામાં આવી છે. ટીવીનાઈનના અહેવાલ બાદ ફાયર વિભાગ પણ જાગ્યું છે .પોલીસ અને ફાયર વિભાગ NOC અંગે તપાસ હાથ ધર્યું છે.

75 જેટલા લાઇસન્સ ધારકો ત્યાં ચેકીંગ..

ડીસાની ધટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એકશનમાં આવી છે. ફટાકડા વેચનાર અને ઉત્પાદન કરનાર 75 જેટલા લાઇસન્સ ધારકો ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગ્રામ્ય SOG, LCB અને સ્થાનિક પોલીસ દ્વારા ફટાકડા વિક્રેતા પર ચેકીંગ કરાઈ રહ્યું છે. અસલાલીમા આવેલા ફટાકડાના ગોડાઉનમાં પોલીસનું ચેકીંગ હાથ ધર્યું છે. મોટા ભાગના ગોડાઉનમાં લાઇસન્સ ધારક છે. ગ્રામ્ય પોલીસ ગત્ત દિવાળી સમયમાં પાંચ જેટલા કેસ કર્યા હતા. વિવેકાનંદ નગર (વાંચ ગામ) 48,અસલાલી -13,કણભામાં 3,બોપલ અને ચાંગોદરમાં એક ફટાકડા વિક્રેતા આવેલા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો