અમદાવાદમાં 4500થી વધુ ઢોરવાડા થયા હાઉસ ફૂલ, AMC ત્રણ ઝોનમાં બનાવશે નવા ઢોરવાડા

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં રખડતા ઢોરે (Stray cattle) આતંક મચાવેલો છે. ત્યારે હવે રખડતા પશુઓનો આતંક નાથવા AMC એક્શનમાં છે. શહેરના ઢોર વાળા ફૂલ થતા હવે નવા ઢોરવાળા બનાવવામાં આવશે. ઉત્તર ઝોન,દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ઢોરવાડા બનાવાશે.

Jignesh Patel
| Edited By: | Updated on: Sep 15, 2023 | 9:50 AM

Ahmedabad : છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં રખડતા ઢોરે (Stray cattle) આતંક મચાવેલો છે. ત્યારે હવે રખડતા પશુઓનો આતંક નાથવા AMC એક્શનમાં છે. શહેરના ઢોર વાળા ફૂલ થતા હવે નવા ઢોરવાડા બનાવવામાં આવશે. ઉત્તર ઝોન,દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ઢોરવાડા બનાવાશે.

આ પણ વાંચો- Rajkot : બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવના આયોજક અને સંચાલકો વચ્ચે થઈ બબાલ, જુઓ Video

AMC ઢોર પકડનારી ટીમ એક્શનમાં

રખડતા પશુત્રાસ અટકાવવા અને નિયમનના કાયમી નિરાકરણના ભાગરૂપે સર્વગ્રાહી પગલાઓ સમાવિષ્ટ કરતી “પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે પોલિસી-2023”ના રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગના પરિપત્રથી મંજુર થયેલી છે. મંજુર થયેલી પોલીસી અન્વયે રખડતા પશુ પકડવાની તથા પોલીસીની અમલવારી માટે એકશનપ્લાન બનાવાયો છે. લાંબાગાળા તથા ટૂંકાગાળાના વિવિધ પગલાઓ સાત ઝોનમાં એસ્ટેટ, હેલ્થ, સો.વે.મે, ઈજનેર, સીએનસીડી, યુસીડી, ટેક્સ જેવા તમામ વિભાગો તથા શહેર પોલીસ કમિશનર દ્વારા ફાળવેલા ઝોન પોલીસ સ્ટાફની ટીમો બનાવી એન્ફોર્સમેન્ટ સહિતની સંયુક્ત કામગીરીઓ કરવામાં આવી રહી છે.

પશુપાલકોને જાહેરનામાનો અમલ કરવા તાકીદ

1 સપ્ટેમ્બર 2023થી સદર પોલીસીની અસરકારક અમલવારીની વ્યવસ્થા ગોઠવી સંયુક્ત કામગીરીઓ શરૂ કરાયેલી છે. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની જગ્યામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગ્યા ન હોત તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શિફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ ન કરવા પશુપાલકોને તાકિદ કરવામાં આવી છે.

આ વિસ્તારોમાંથી રખડતા ઢોર હટાવાયા

શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી-2023ના અમલવારી અન્વયે શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુ પકડવામાં આવ્યા છે. મેમ્કો ફૂટમાર્કેટ, નિકોલ, બોપલ, સરખેજ રોડ, ગોકુલપાર્ક નરોડા, લક્ષ્મીપુરા-લાંભા, વાડજ, રણીપ, મેઘાણીનગર, કોઠીયા હોસ્પિટલ- નિકોલ, ગોતા, ઘાટલોડીયા, નરીમણપુરા, કુબેરનગર, જશોદા ત્રિક્રમપુરા-વટવા, તનમન ચોકડી, વિસત, છારાનગર, હાટકેશ્વર, અમરાઇવાડી, બાપુનગર એપ્રોમાંથી પશુ પકડવામાં આવ્યા છે.

તો વાસણા શાક-માર્કેટ, નરોડા, ઓઢવ, ગુપ્તાનગર, વાસણા બસ સ્ટેન્ડ, ઠક્કરનગર, મોનીહોટેલ- ઈસનપુર, રાણીપ મેટ્રો સ્ટેશન, બોપલ વીઆઇપી રોડ, નાનાચીલોડા, કેવલશાહ, રતનપુરા પોલીસ સ્ટેશન, પ્રભુનગર, મેમનગર, ચાદલોડીયા, રામોલ, વસ્ત્રાલ, અવધકુંજ સોસાયટી, જેસલપાર્ક, કેશવનગર, ભારતી આશ્ચમ, અંબિકાનગર, ભાઈપુરા રોડ, રામનગર-સાબરમતી તથા ઓગણજ સર્કલ આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ પશુઓ પકડવામાં આવેલા છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video