Ahmedabad Rain: ભારે બફારા વચ્ચે અમદાવાદમાં વરસાદનું આગમન, જુઓ વીડિયો
અમદાવાદના શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ રોડ અને રિવરફ્રન્ટ જેવા પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ પશ્ચિમ અમદાવાદના સેટેલાઈટ, જોધપુર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર જેવા વિસ્તારો પણ વરસાદી માહોલમાં ભીંજાઈ ગયા છે.
Ahmedabad rain: અમદાવાદ શહેરમાં આજે ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન જોવા મળ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી દીધી છે. અનેક વિસ્તારોમાં રસ્તા પરથી પાણી પણ ચાલતા થઈ ગયા છે.
શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ રોડ અને રિવરફ્રન્ટ જેવા પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ પશ્ચિમ અમદાવાદના સેટેલાઈટ, જોધપુર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર જેવા વિસ્તારો પણ વરસાદી માહોલમાં ભીંજાઈ ગયા છે.
ટ્રાફિકને લીધે થોડીક મુશ્કેલીઓ વધી
અચાનક થયેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલમાં ગરમીથી રાહત તો મળી છે, પણ લોકોને ટ્રાફિકને લીધે થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં હજી વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
(Input Credit: ધ્વની મોદી)
અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે વરસાદ વરસે છે. જ્યારે ભાદરવો અને આસો મહિનામાં વરસાદી ઝાંપટા પડતા હોય છે. ચોમાસામાં ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દર્શ્યો જોવા મળે છે. ચોમાસાને લગતા વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

