Monsoon 2025: ગુજરાતમાં 29 મે સુધી સાર્વત્રિક વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Monsoon 2025: ગુજરાતમાં 29 મે સુધી સાર્વત્રિક વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

| Edited By: | Updated on: May 26, 2025 | 9:05 PM

ગુજરાતમાં આજથી 29 મે સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદ પડે તેવી શક્યતા છે. આજની પવનની ગતિ 50-60 કિમી પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે.

ગુજરાતમાં આજથી 29 મે સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદ પડે તેવી શક્યતા છે. આજની પવનની ગતિ 50-60 કિમી પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે.

આવતીકાલથી પવનની ગતિ ધીમે ધીમે ઓછી થશે તેવી સંભાવના છે. બીજું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આ સિવાય સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી સહિત સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે, જેના લીધે ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતમાં બનતી રોજબરોજની ઘટના જાણવા અહીં ક્લિક કરો..