Rain : ગુજરાતના 34 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ મહુવામાં 2.36 ઈંચ નોંધાયો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. 7 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ભરુચમાં પણ અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાંસોટમાં 2.32 ઈંચ, નેત્રંગમાં 1.73 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભરુચમાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના માંગરોળમાં 1.65 અને ઓલપાડમાં 1.22 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ભરુચના વાલિયામાં 1.10 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે.એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતને ફરી વરસાદ ધમરોળી શકે છે.
હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે.આ દરમિયાન 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.સાથે જ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે તેવી શક્યતા છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.