આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યારથી વરસાદનું જોર ઘટશે, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના એંધાણ છે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
તો અરબી સમુદ્રમાંથી આવતા ભેજને લીધે હાલ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 જૂન બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 13 જૂન બાદ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલની આગાહી છે કે 14થી 19 જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે 22 જૂન સુધી ચોમાસુ ગુજરાત અને ઉત્તર ભારતને આવરી લેશે.આ સાથે જ 21થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે.
સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો

વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video

જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું

દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
