હવે આ 7 ગામના લોકો શું કરશે ? છોટાઉદેપુરનો જનતા રોડ તૂટયો, હજારો લોકો મુશ્કેલીમાં, જુઓ Video
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીના પાણીમાં જનતા રોડ ધોવાઈ ગયો છે. આ રોડ સાત ગામોને જોડતો હતો, જેના તૂટવાથી 15,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ગ્રામજનોએ પોતાના ખર્ચે બનાવેલો આ રોડ હવે તૂટી ગયો છે.
છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો જનતા રોડ ભારે વરસાદ બાદ ઓરસંગ નદીના પાણીમાં ધોવાઈ ગયો છે. આ રોડના તૂટી જવાથી અંદાજે સાત ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાંના સ્થાનિકો માટે દરરોજ 15 કિમીનો લાંબો ફેરો કરવા મજબૂર બન્યા છે..
આ માર્ગનો ઉપયોગ આજુબાજુના ગામોના લોકો દૈનિક જિંદગી માટે કરતા હતા, જેમાં શાળા, હોસ્પિટલ, બજાર તેમજ રોજગાર સ્થળે જવા માટેનો મુખ્ય રસ્તો હતો. ખાસ વાત એ છે કે આ જનતા રોડ ગ્રામજનોએ પોતાની જાતે 5 લાખ રૂપિયા એકત્ર કરી બનાવી લીધો હતો, કારણ કે સ્થાનિક તંત્ર તરફથી સત્તાવાર માર્ગ સુવિધા ન હતી.
હવે માર્ગ તૂટી જતાં અંદાજે 15 હજારથી વધુ લોકોને સીધી અસર પહોંચી છે, જેમાં વિદ્યાર્થીઓ, શ્રમિકો અને વૃદ્ધો માટે અતિ ભારે મુશ્કેલી ઊભી થઈ છે. ગામના લોકોએ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની અને મજબૂત માર્ગ વ્યવસ્થા સ્થાપવા માટે તંત્ર સમક્ષ માંગ ઊઠાવી છે.
જિલ્લા તંત્ર દ્વારા હાલ રસ્તાની સ્થિતિનું સર્વે કરી જરૂરી કામગીરી હાથ ધરવા માટે ટીમ મોકલવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોએ પોતાના ભંડોળથી તૈયાર કરેલો માર્ગ ફરીથી ક્યારે પુનઃસ્થાપિત થાય છે.

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
