જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં ગત મોડી રાત્રે 2 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો હતો. ગીરનાર જંગલ સિહતના વિસ્તારમાં ધોધમાર વરસેલા વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગિરનાર પર્વત ઉપર રાત્રીના 2 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના ચાર કલાકમાં સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના પગલે, દામોદરકુંડમાં નવા પાણીની આવક થવા પામી છે. જૂનાગઢ શહેરના નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરક થયા છે.
મધ્ય રાત્રીના 2 વાગ્યાથી જિલ્લાભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર આવી રહ્યાં છે. રાત્રીના 2થી સવારના 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા અનુસાર, જિલ્લામાં સૌથી વધુ વરસાદ માણાવદરમાં વરસ્યો હતો. માણાવદરમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે, તો ભેંસાણમાં 4 ઈંચ, વંથલીમા 6 ઈંચ, મેંદરડામાં 5 ઈંચ, વિસાવદરમા 4 ઈંચ, જૂનાગઢમાં 4 ઈંચ અને ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદ નોંધાયો છે.
Published On - 9:58 am, Mon, 1 July 24