Rajkot : મોજ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો, નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ, જુઓ Video

Rajkot : મોજ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો, નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 19, 2025 | 2:08 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના ગઢાળા પાસે આવેલા મોજ ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ભરપૂર બની છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના ગઢાળા પાસે આવેલા મોજ ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ભરપૂર બની છે. ડેમ 100 ટકા ભરાઈ જતા ડેમના ત્રણ દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ઉપરવાસમાંથી ડેમમાં 3 હજાર 174 ક્યુસેક પાણીની આવક કરવામાં આવે છે.ડેમના દરવાજા ખોલી ત્રણ હજાર 174 ક્યુસેક પાણી છોડાયું છે. નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

ડેમના ત્રણ દરવાજા 4 ફૂટ ખોલાયા

મહત્વનું છે કે મોજ ડેમ ઓવરફ્લો થતાં મોજીરા, ખાખી, જાળીયા, ગઢાળા, નવાપરા, સેવત્રા, કેરાળા, વાડલા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ડેપ્યુટી કલેકટર અને મામલતદારે લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપી છે.

સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ

બીજી તરફ સોમનાથ સહિત ગીર સોમનાથ જિલ્લાના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે. સુત્રાપાડામાં સૌથી વધુ 9 ઈંચ અને છેલ્લા 24 કલાકમાં કુલ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પ્રશ્નાવડા ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વેરાવળમાં 6 ઈંચ, કોડીનારમાં 5 ઈંચ તથા તાલાલા અને ઉનામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો