Vadodara : ખાંડી પોઈચામાં ખનીજ વિભાગના દરોડા, ત્રણ ડમ્પર સહિતના વાહનોને સીઝ કરાયા, જુઓ Video
બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહના આક્ષેપો બાદ ખાણ-ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે. સાવલીના ખાંડી પોઈચા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડા પડ્યા છે. ગામ પાસેથી પસાર થતી મહીસાગર મદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું છે.
બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહના આક્ષેપો બાદ ખાણ-ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે. સાવલીના ખાંડી પોઈચા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડા પડ્યા છે. ગામ પાસેથી પસાર થતી મહીસાગર મદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું છે. લાખોનો મુદ્દામાલ ભાદરવા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. દરોડામાં પકડાયેલ ત્રણ ડમ્પર સહિતના વાહનોને સીઝ કરવામાં આવ્યા છે. અગાઉ પણ ખાંડી પોઈચામાંથી કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ હતી.
ખાંડી પોઈચામાં ખનીજ વિભાગના દરોડા
ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલ અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે. ડિસેમ્બર 2025માં આવનારી બરોડા ડેરીની ચૂંટણીને લઈ વિવાદ વધુ ગરમાયો છે. એક તરફ કેતન ઈનામદારે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તો બીજી તરફ કુલદીપસિંહે આક્ષેપ કર્યા હતા કે સાવલીમાં રેતી ખનનમાં ભરપૂર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને છતાં ધારાસભ્ય આ મુદ્દે ચૂપ કેમ છે ? એટલું જ નહીં તેમણે સાવલીમાં રેતી ખનનમાં ધારાસભ્યની ભાગીદારીના પણ આક્ષેપો કર્યા હતા. મનાઈ રહ્યું છે કે આ આક્ષેપો વચ્ચે હવે ખાણ-ખનીજ વિભાગ કાર્યવાહી માટે દોડતું થયું છે.
