ઈરાન અમેરિકા યુદ્ધની આગ ગુજરાતના ઉદ્યોગો સુધી પ્રસરી, રાજકોટના પ્લાસ્ટિક ઉદ્યોગ પર મંડરાઈ રહ્યો છે ખતરો- Video

| Edited By: | Updated on: Mar 24, 2026 | 4:59 PM

ઈરાન-યુએસ યુદ્ધના આગમાં સમગ્ર મિડલ ઈસ્ટ વગર વાંકે હોમાઈ રહ્યુ છે ત્યારે આ આગ ગુજરાતના ઉદ્યોગ ધંધાઓને પણ દઝાડી રહી છે. યુદ્ધની માઠી અસરો હવે LPG અને પેટ્રોલ ડીઝલ પૂરતી સીમિત ન રહેતા પ્લાસ્ટિક ઉદ્યોગ પર પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. રાજકોટના પ્લાસ્ટિક ઉદ્યોગની યુદ્ધને કારણે માઠી દશા બેઠી છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે પ્લાસ્ટિક માટેના રો-મટિરિયલની સપ્લાય ચેઈન ખોરવાઈ ચુકી છે. તેને પગલે રાજકોટના ધોરાજીના પ્લાસ્ટિકના ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મોટાભાગે ખાડી દેશોમાંથી પ્લાસ્ટિકનું રો મટિરિયલ સપ્લાય થતું હતું. પરંતુ, હાલ રો-મટિરિયલ જ ન આવતા અનેક કારખાનો બંધ થઈ ચુક્યા છે. તો બીજી તરફ અન્ય જગ્યાએથી જે રો-મટિરિયલ મળી રહ્યું છે, તેના ભાવ કારખાનેદારોને પરવડે તેવા નથી. મળતી વિગતો અનુસાર ધોરાજીમાં પ્લાસ્ટિકના સાડા ત્રણસો જેટલા કારખાના આવેલા છે. જેમાંથી 60 ટકા હાલ બંધની સ્થિતિમાં છે.

એક તરફ રો-મટિરિયલની અછત તો બીજી તરફ ગેસની સપ્લાય પણ બંધ છે. જેને લીધે કારખાનેદારો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કામ વગર મજૂરોને પણ પગાર આપવો પડતો હોઈ. “બેવડા માર”ની સ્થિતિ છે. પ્લાસ્ટિક સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનું કહેવું છે કે સરકાર આ અંગે સત્વરે પગલાં લે. નહીં તો ધોરાજીના તમામ કારખાના બંધ થઈ જશે.

“મેં દીકરીને 25 વર્ષની કરી અને 25 દિવસમાં મારી વિરુદ્ધ થઈ ગઈ”, મુસ્લિમ સાથે ભાગી જનાર દીકરીના પિતાનો વલોપાત- Video

Follow Us