બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે ટેલીફોનીક વાત કરી શોક વ્યક્ત કર્યો, જુઓ Video

author
| Edited By: | Updated on: Nov 14, 2024 | 7:56 PM

બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પંકજભાઈ જૈન સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલીફોનીક વાત કરી શોક વ્યક્ત કર્યો છે.

બોપલ ખાતે જે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલીફોનીક વાત પરિવાર સાથે કરી. તેમણે જણાવ્યું કે, ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. આ સાથે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી હતી.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઉમેર્યું હતું કે, ગુનેગાર પોલીસ કર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસ કર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી છે.