આજનું હવામાન : ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે. આજે સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે. આજે સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે. હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. પવનોની દિશા બદલતા વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. આજે મહત્તમ તાપમાન યથાવત રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેશે તેવી આગાહી કરી છે. તેમજ લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતો એક તરફ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન સહન કરી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક ચોંકાવનારી આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઉભુ થશે જે 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. આ ચક્રવાતને કારણે ફરી માવઠા જેવું વાતાવરણ બનશે. તેમણે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે.

