હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટી આગાહી, આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે સુધી તૂટી પડશે વરસાદ- જુઓ Video

|

Jun 23, 2024 | 4:04 PM

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયુ છે અને વરસાદ વરસી રહ્યો છે પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારો હજુ કોરાકટ છે ત્યારે હવામાન નિષ્ણાંતે વરસાદને લઈને આ મોટી આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 24 જૂનથી 26 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.અંબાલાલના જણાવ્યા મુજબ આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઈંચ વરસાદ થશે. જ્યારે દક્ષિણમાં સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે છે.

આ તરફ સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી ત્રણ દિવસ સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઈંચ આસપાસ વરસાદ પડી શકે છે. દેશના પશ્ચિમી કિનારે અતિ ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આદ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થશે. જૂલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. આથી જૂલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે.

આ પણ વાંચો: હૈવાનિયતની વટાવી હદ, પહેલા શ્વાનને લાકડી વડે ઢોર માર માર્યો, પછી હડકાયુ થયુ હોવાની શંકા રાખી આંખ પણ ફોડી નાખી- Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Published On - 3:40 pm, Sun, 23 June 24

Next Video