હૈવાનિયતની વટાવી હદ, પહેલા શ્વાનને લાકડી વડે ઢોર માર માર્યો, પછી હડકાયુ થયુ હોવાની શંકા રાખી આંખ પણ ફોડી નાખી- Video

દ્વારકાના ભાણવડમાં કેટલાક નરાધમોએ શ્વાન પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે. શ્વાન હડકાયુ થયુ હોવાની આશંકા રાખી ચાર શખ્સોએ પહેલા લાકડી વડે નિર્દયતાથી માર માર્યો. જે બાદ પણ શાંતિ ન થઈ તો શ્વાનની આંખો પણ ફોડી નાખી. થોડા કલાકોમાં જ ઈજાગ્રસ્ત શ્વાનનું મોત થયુ.

Follow Us:
| Updated on: Jun 23, 2024 | 1:35 PM

દ્વારકાના ભાણવડમાં હૈવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી છે. ભાણવડમાં એક શ્વાન પર કેટલાક શખ્સોએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો. જે વિચારતા પણ કંપારી છૂટી જાય તેવુ આ નરાધમોએ એ શ્વાન પર કર્યુ. માર્કેટ યાર્ડ નજીકના વિસ્તારમાં ચાર જેટલા શખ્સોએ શ્વાન હડકાયુ થયુ હોવાનુ કહી પહેલા લાકડી વડે તેને ઢોર માર માર્યો. ચાર લોકો લાકડી લઈને આ શ્વાન પર તૂટી પડ્યા. આટલાથી પણ તેમને શાંતિ ન થઈ તો માર માર્યા બાદ શ્વાનની આંખો પણ ફોડી નાખી.

શ્વાન પહેલા ઢોર માર માર્યો અને ત્યારબાદ આંખો પણ ફોડી નાખી

નિર્દયતાની તમામ હદો પાર કરનારા આ શખ્સો સામે ચોમેરથી ફિટકાર વરસી રહી છે. અસહ્ય અત્યાચાર અને પીડા ન સહન ન થતા શ્વાનનું થોડી કલાકોમાં જ પીડામાં કણસતા કણસતા જ મોત નિપજ્યુ છે. એક શખ્સ શ્વાનને ફટકારી રહ્યો હતો ત્યારે અન્ય તેનો વીડિયો બનાનવી રહ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિલય મીડિયામાં વાયરલ થતા પશુપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. જીવદયા પ્રેમીઓએ આ શખ્સો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહીની માગ કરી છે. હવે જોવુ રહેશે કે અબોલ જીવ પર આ પ્રકારે ક્રુરતા આચરનારા આ શખ્સો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે. આ લખાય છે ત્યા સુધી ચાર પૈકી એકપણ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

g clip-path="url(#clip0_868_265)">