હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ: સાઉથ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે ગાજવીજની શક્યતા – જુઓ Video

હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ: સાઉથ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે ગાજવીજની શક્યતા – જુઓ Video

| Edited By: | Updated on: May 20, 2025 | 9:14 PM

હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વધુમાં પવનની ઝડપ 62 થી 87 કિમી પ્રતિ કલાકના દરથી ફૂંકાવાની સંભાવના છે.

હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આમાં ખાસ કરીને જામનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે ગાજવીજ સાથે ઝડપી પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે. બીજીબાજુ, 62 થી 87 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ પવનના કારણે આસપાસના વિસ્તારોમાં તોફાની હવામાન રહેશે.

આ સિવાય ભાવનગર, દીવ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, નવસારી, તાપી અને આણંદ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોરબંદર, બોટાદ, ડાંગ, સાબરકાંઠા જેવા વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહીસાગર, કચ્છમાં પણ વરસાદ ત્રાટકશે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 20, 2025 09:06 PM