Gujarat માં ચોમાસાને લઇને હવામાન વિભાગે કરી આ આગાહી, જુઓ Video
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલમાં પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ પવનોને લીધે ભેજનું પ્રમાણ વધું જોવા મળી રહ્યું છે.તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બની છે.જેના પર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે
Ahmedabad : ગુજરાતમાં(Gujarat) ચોમાસું (Monsoon 2023) ખેંચાતા ફરી એક વખત જગતના તાત તેમજ નાગરિકોના માથે ચિંતાના વાદળો છવાયા છે. જૂન મહિનો પૂર્ણ થવાના આરે છે તેમ છતાં હજુ સુધી ગુજરાતમાં વરસાદના કોઇ એંધાણ નથી જેના કારણે વરસાદ માટે ગુજરાતીઓએ હજુ વધુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
જો કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલમાં પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ પવનોને લીધે ભેજનું પ્રમાણ વધું જોવા મળી રહ્યું છે.તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બની છે.જેના પર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
