Monsoon 2021: આ વિસ્તારોમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ: જાણો રાજ્યમાં વરસાદ વિશે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં માધ્યમ અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 7:44 AM

રાજ્યમાં આગામી ત્રણ દિવસ મેઘરાજાની મહેરબાની યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના તાપી વલસાડ અને સુરતમાં ભારે વરસાદની શક્યાતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે અમદાવાદને હજુ ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે.

ત્રણ દિવસ સુધી દરિયા કાંઠેથી માછીમારોને દરિયો ખેડવા ના જવા માટે સૂચના આવામાં આવી છે. જૂનમાં નિરાશ કર્યા બાદ જુલાઈમાં સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. માહિતી અનુસાર લો-પ્રેશર એરિયા કચ્છના દરિયા કાંઠે હોવાના કારણે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

 

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાતા સુર? સંજય રાઉતે PM મોદીના ભરપૂર વખાણ કર્યા, જાણો શું કહ્યું

આ પણ વાંચો: સરકાર સામે ઇન્ટર્ન ડોક્ટર્સ ખોલશે મોરચો! આ જાહેરાતના એક મહિના બાદ પણ જવાબ ના મળતા રોષ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">