Surat : દુર્ગાપૂજા પર રેલવેનો મળ્યો કાપડ વેપારનો મોટો ઓર્ડર, 10 ટ્રેન બંગાળ તરફ રવાના કરાશે

વેપારીઓએ દસ ટેક્સ્ટાઇલ સ્પેશ્યલ ટ્રેનોનું બુકીંગ કરી લીધું છે. અને હજી બીજી દસ ટ્રેન બુક કરવા માટે પૂછપરછ ચાલી રહી છે. દસ ટ્રેનોના માધ્યમથી લગભગ 2400 ટન જેટલઉં કાપડ મોકલવામાં આવનાર છે. 

Surat : દુર્ગાપૂજા પર રેલવેનો મળ્યો કાપડ વેપારનો મોટો ઓર્ડર, 10 ટ્રેન બંગાળ તરફ રવાના કરાશે
Surat: Railways gets big order for textile trade on Durga Puja, 10 trains to be sent to Bengal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 8:31 AM

Surat ટ્રેનના(Train ) માધ્યમથી હવે કાપડ વેપારને (Textile )વેગ મળી રહ્યો છે. રેલવેને(Railway ) પહેલી જ વાર શુક્રવારે સુરતથી કાપડ મોકલવાનો મોટો ઓર્ડર પણ મળ્યો છે. આવનાર દુર્ગા  સુરતથી દસ ટ્રેનોના માધ્યમથી બંગાળ રાજ્યમાં કાપડ મોકલવામાં આવશે. વેપારીઓએ દસ ટેક્સ્ટાઇલ સ્પેશ્યલ ટ્રેનોનું બુકીંગ કરી લીધું છે. અને હજી બીજી દસ ટ્રેન બુક કરવા માટે પૂછપરછ ચાલી રહી છે. દસ ટ્રેનોના માધ્યમથી લગભગ 2400 ટન જેટલઉં કાપડ મોકલવામાં આવનાર છે.

મુંબઈ રેલ મંડળના ડીઆરએમ અને સુરત ટેક્સ્ટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક મળી હતી. જેમાં ટ્રેનના માધ્યમથી કાપડના પરિવહનને લઈને ચર્ચા કરવામાં આવી હતી. વેપારીઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. વેપારીઓએ કાપડ મોકલવા માટે ડેડીકેટેડ ટ્રેન ચલાવવા, વ્યાજબી ભાડું અને સમય અંગે પોતાની માંગ રજૂ કરી હતી.

ડીઆરએમ દ્વારા વેપારીઓની બધી જ ફરિયાદો સાંભળવામાં આવી હતી અને તેમની બધી જ માંગણીઓને સ્વીકાર કરવામાં આવી હતી. ડીઆરએમ દ્વારા કાપડ પરિવહન માટે વ્યાજબી ભાડા પર ડેડીકેટેડ ટ્રેન ચલાવવા માટે સહમતી આપી હતી. જેના બાદ વેપારીઓએ ત્રણ ટ્રેન બુક કરી પણ લીધી છે.

રોડ ટ્રાન્સપોર્ટની તુલનામાં ટ્રેનથી 20 હજાર સુધીની બચત સુરત ટેક્સ્ટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએયશનના પ્રેસિડન્ટના જણાવ્યા પહેલા તેઓ પહેલા દુર્ગાપૂજા માટે બંગાળમાં ટ્રક મારફતે મોકલવામાં આવતા હતા. પણ હવે રેલવે નવી યોજના મારફતે ટેક્સ્ટાઇલ ટ્રેન ચલાવી રહ્યું છે. જેનાથી તેમને ફાયદો છે. કારણ કે રેલવે એ ફ્લેક્સિબલ ચાર્જ હટાવી દીધો છે. અને હવે રોડ ટ્રાન્સપોર્ટમાં 7 થી 8 હજારની સરખામણીએ રેલવેમાં 15 થી 20 હજાર રૂપિયાની બચત થઇ રહી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ચલથાણથી ટ્રેન રવાના થશે સુરત રેલવે સ્ટેશન ના નિર્દેશકના જણાવ્યા પ્રમાણે 22 ઓકોટબર સુધી બંગાળના શણગારેલ માટે 10 ટેક્સ્ટાઇલ પાર્સલ ટ્રેન ચાલશે. પ્રત્યેક ટ્રેન 25 કોચની હશે અને 238 ટન કાપડથી લોડ હશે. આ ટ્રેનો ચલથાણ રેલવે સ્ટેશનથી 22, 24 અને 29 સપ્ટેમ્બર, 1,6,8, અને 22 ઓક્ટોબરે રવાના થશે.

ટેક્સ્ટાઇલ ઓર્ડર બુક કરવા માટે રેવેની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા છેલ્લા બે વર્ષથી વેપારીઓને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. પરંતુ વેપારીઓ આકર્ષિત થયા ન હતા.  કારણ કે રેલવે ફ્લેક્સિબલ ચાર્જ લગાવી રાખ્યો હતો. જેના કારણે વેપારીઓને ટ્રેનની જગ્યાએ રોડ ટ્રાન્સપોર્ટ મારફતે કાપડ મોકલવાનું સસ્તું પડતું હતું. પરંતુ હવે તે ચાર્જ ખસેડી દેવતા વેપીપરીઓને ફાયદો થયો છે.

આ પણ વાંચો :

Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ

આ પણ વાંચો :

રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">