Mehsana: નવરાત્રીની શરુઆત સાથે ફૂલ બજાર ‘ગુલાબી’, તહેવારોને લઈ એક મહિનો રહેશે તેજી, જુઓ Video
નવરાત્રી પર માતાજીને ફૂલ હાર ચઢાવવાનું વિશેષ મહત્વ હોય છે. હાલમાં ફૂલનો શણગાર મંદિરો અને ગરબાના સ્થાપનમાં થવાને લઈ ખૂબ માંગ રહે છે. મહેસાણામાં ફૂલોની માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. નવરાત્રીના બે દિવસમાં જ 20 હજાર કિલો જેટલા ગલગોટાનું વેચાણ નોંધાયું છે. તો 2500 કિલોથી વધુ ગુલાબનું વેચાણ થયું હતું. પીળા ગલગોટાના હોલસેલ ભાવમાં ગત વર્ષ કરતાં ઘટાડો થયો છે. પરંતુ રિટેલ હારના ભાવમાં 10 થી 20 રૂપિયાનો વધારો થયો છે.
નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ તહેવારોની પણ શરુઆત થઈ ચુકી છે. નવરાત્રી પર માતાજીને ફૂલ હાર ચઢાવવાનું વિશેષ મહત્વ હોય છે. હાલમાં ફૂલનો શણગાર મંદિરો અને ગરબાના સ્થાપનમાં થવાને લઈ ખૂબ માંગ રહે છે. મહેસાણામાં ફૂલોની માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. નવરાત્રીના બે દિવસમાં જ 20 હજાર કિલો જેટલા ગલગોટાનું વેચાણ નોંધાયું છે. તો 2500 કિલોથી વધુ ગુલાબનું વેચાણ થયું હતું.
આ પણ વાંચોઃ ઈઝરાયલની મદદથી પ્રાંતિજના ખેડૂતો મેળવી રહ્યા છે મોટો ફાયદો, સુંદર સ્મારક સંબંધોની સુવાસ ફેલાવે છે, જુઓ Photo
પીળા ગલગોટાના હોલસેલ ભાવમાં ગત વર્ષ કરતાં ઘટાડો થયો છે. પરંતુ રિટેલ હારના ભાવમાં 10 થી 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ગુલાબના ફૂલોમાં પણ તેજી જોવા મળી રહી છે. ગુલાબના હારના ભાવ નવરાત્રી શરૂ થતાં કિલોના રૂપિયા 100થી વધી 200 થયા છે. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ફુલોની ખેતીનુ પ્રમાણ વિશેષ રહેતુ હોય છે. અહીં ગલગોટા અને ગુલાબની ખેતી પણ થતી હોય છે જેને લઈ ફૂલોની ખેતી કરનારા ખેડૂતોને હવે તહેવારોમાં ઉત્પાદનની સારી માંગ ખુલવાની શરુઆત થઈ છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો