Mehsana: ધરોઈ ડેમમાં પાણીની આવક વધી, 4600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયુ- જુઓ Video
Mehsana: જિલ્લાના ધરોઈ ડેમમાં પાણીની સારી આવક થતા ખેડૂતોને હવે સિંચાઈ માટેની ચિંતા નહીં રહે. ડેમમાંથી 4600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. સાબરમતી નદીકાંઠાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યુ છે.
Mehsana: મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં જળસ્તર વધતા ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની ચિંતા હવે રહેશે નહીં અને પૂરતુ પાણી મળી રહેશે. ડેમમાં પાણીની સારી આવક થતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ધારાસભ્ય સરદાર ચૌધરી દ્વારા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ધરોઈ ડેમના પાણીના વધામણા કરવામાં આવ્યા છે. 4600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. સાબરમતી નદીકાંઠાના ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 7 જિલ્લાના કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરવામાં આવી છે.
7 જિલ્લાના કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરાઈ
હાલ ડેમમાં પાણીની આવક વધતા 7 જિલ્લાના કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરાઈ છે. આ તરફ સાબરકાંઠામાં પણ ધરોઈ ડેમમાંથી 4618 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનો એક દરવાજો એક મીટર કરતા વધુ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં આવક વધતા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. ધરોઈ ડેમમાં હાલની જળસપાટી 618.53 ફુટ જેટલી વધી છે. ધરોઈ ડેમ 86.56 ટકા ભરાયો છે. ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણાના નદીકાંઠા વિસ્તારોમાં સાવચેતી રહેવા સૂચના આપવામાં આવી છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
