Mehsana News : ત્રણ દિવસથી વરસાદનો વિરામ ! કેટલાક વિસ્તારોમાં પાણી ન ઓસરતા લોકોને હાલાકી, જુઓ Video
મહેસાણામાં 3 દિવસ પહેલા ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ 3 દિવસથી વરસાદ પડ્યો નથી છતા પણ કેટલાક વિસ્તારમાં ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી.
મહેસાણામાં 3 દિવસ પહેલા ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ 3 દિવસથી વરસાદ પડ્યો નથી છતા પણ કેટલાક વિસ્તારમાં ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી. રેલવે નાળામાં પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
મહેસાણા રામપુરા કટોસણ વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગામમાં જવા આવવા માટે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે. પરંતુ તંત્રના આંખ આડા કાન કરવામાં આવ્યા છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માગણી ઉઠી છે. અનેકવાર તંત્ર રજૂઆત છતા સમસ્યા ઠેરની ઠેર જોવા મળી છે. પાણી ભરાઈ રહેતા આસપાસના વિસ્તારોમાં પાણીજન્ય રોગ થવાનું જોખમ વધી રહ્યું છે.
Latest Videos
Latest News