ઊંઝા નગરપાલિકાના મહિલા પ્રમુખે પોતાની પ્રસિદ્ધિ માટે પાલિકાને કરાવ્યું લાખોનું નુકસાન? લાગ્યા ગંભીર આરોપ

Unjha Nagarpalika Controversy: નગરપાલિકાના મહિલા પ્રમુખ રીકુંબેન પટેલે પોતાની પ્રસિદ્ધિ માટે હોર્ડિંગ્સનો ઉપયોગ હોવાનો વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 2:13 PM

Unjha: મહેસાણા (Mehsana) જિલ્લાના ઊંઝા નગરપાલિકાનો એક વિવાદ (Unjha Nagarpalika Controvercy) સામે આવ્યો છે. ઊંઝા નગરપાલિકાના મહિલા પ્રમુખ રીકુંબેન પટેલ (Rinkuben Patel) પર વિરોધ પક્ષના નેતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. રીંકુબેન પટેલ પર પોતાની પ્રસિદ્ધિ માટે ગેરરીતિથી હોર્ડિંગ્સનો ઉપયોગ હોવાનો વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે. નેતાનું કહેવું છે કે પ્રમુખે નગરપાલિકાની જગ્યા ઉપર વિવિધ સ્થળે 8 મહિનાથી વધુ સમયથી હોર્ડિંગ્સ ઉપર કબજો જમાવ્યો છે. જેને લઈને પાલિકાના વિરોધ પક્ષના નેતા ભાવેશ પટેલે (Bhavesh Patel) આ મામલે નગરપાલિકા કમિશ્નરને રજૂઆત કરી છે. ભાવેશ પટેલનું કહેવું છે કે નગરપાલિકાને 7 લાખનું નુકસાન થયું છે.

ઊંઝા નગરપાલિકા પાણી પુરવઠા બોર્ડના 13 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે આવા સમયે ખુદ પ્રમુખ જ લાખોનું નુકસાન પહોંચાડતા હોવાનો આરોપ વરોધ પક્ષના નેતા દ્રારા લગાવવામાં આવ્યો છે. આવા આક્ષેપો બહાર આવતા ચકચાર મચી ગયો છે. તો વિપક્ષ નેતાએ આ મામલે હાઇકોર્ટમાં પણ અરજી કરવાની તૈયારી બતાવી છે.

ભાવેશ પટેલે કહ્યું કે ‘સત્તા પર બેઠા પછી પ્રજાના કામ કરવાની જગ્યાએ નેતા પોતે પોતાની જ પ્રસિદ્ધિ પર લાગ્યો હોય. અને સંથાને નુકસાન આપતો હોય ત્યારે મેં શખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને જો આ વખતે ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટ સુધી જવાની મારી તૈયારી છે.’

આ પણ વાંચો: POCSO Act: બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો, કહ્યુ ગુના માટે સ્કીન ટુ સ્કીન ટચ જરૂરી નહી

આ પણ વાંચો: માણેકચંદના ડિસ્ટ્રીબ્યુટર પર IT ની રેડમાં ઝડપાયું અધધધ નાણું, ડીલર શેખને ઉપડ્યો છાતીનો દુઃખાવો

Follow Us:
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">